નવી દિલ્હી: કોરોના (Fight Against Corona virus) સામેની લડતમાં ભારતના પ્રયત્નોને આખી દુનિયા બિરદાવી રહી છે. વૈશ્વિક સ્તરે અનેકવાર આ અંગે ભારતના વખાણ પણ થયા છે. હવે એકવાર ફરીથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો
ફોન પર થઈ ચર્ચા
WHOના પ્રમુખે કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે તેઓ કોરોના સામેની લડતમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનો આભાર માનવા ઈચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને WHOના ડાઈરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેસસ (Tedros Adhanom Ghebreyesus) વચ્ચે કોરોના મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારી સંબંધે બુધવારે ફોન પર ચર્ચા થઈ. આ દરમિયાન આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે સાથે પરંપરાગત ઔષધિઓને સામેલ કરવા અંગે પણ વિચાર-વિમર્શ થયો.
Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી
I thanked Prime Minister @narendramodi for his strong commitment to COVAX and making #COVID19 vaccines a global public good. The pandemic is an unprecedented challenge for the world, and we agreed to work shoulder to shoulder to end it. #ACTtogether
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 11, 2020
આયુષ્યમાન ભારતના વખાણ
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ PM મોદીએ WHO પ્રમુખ સાથે વાત કરી અને મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક ભાગીદારીના સમન્વયમાં સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. PM એ એ વાત પર ભાર મૂક્યો કે અન્ય બીમારીઓ વિરુદ્ધ લડત ઉપર પણ બરાબર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ દમરિયાન WHO પ્રમુખે આયુષ્યમાન ભારત અને ક્ષય રોગ (ટીબી) વિરુદ્ધ અભિયાન જેવા ભારતના ઘરેલુ પગલાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય સંબંધે ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.
ખતરાની ઘંટી! શિયાળાની શરૂઆત થતા જ વધ્યું હવાનું પ્રદૂષણ, અત્યંત ચોંકાવનારા આંકડા
સાર્થક ચર્ચા માટે ધન્યવાદ
આ ચર્ચા બાદ વિશ્વ આરોગ્ય સંગઠનના ડાઈરેક્ટર જનરલ ઘેબ્રેસસે ટ્વીટ કરીને PM મોદીના વખાણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે 'નમસ્તે પીએમ મોદી, વૈશ્વિક સ્તર પર પરંપરાગત ચિકિત્સામાં જ્ઞાન, રિસર્ચ અને તાલિમ માટે અમારા સહયોગ અને એડવાન્સ એક્સેસને મજબૂત કરવા પર એક ખુબ જ સાર્થક વાતચીત માટે આભાર.' તેમણે બીજી ટ્વીટમાં કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે PM મોદીની પ્રતિબદ્ધતાને બિરદાવી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે